Connect Gujarat
ગુજરાત

દશેરા પર્વમાં દેશભરમાં રાવણ દહન થયું ત્યારે ભાવનગરમાં દશાનંદની આરતી ઉતારવામાં આવી,જુઓ કેમ

વિજયા દશમીના પર્વની ભાવનગરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દશેરા પર્વમાં દેશભરમાં રાવણ દહન કરવામાં આવે છે

X

વિજયા દશમીના પર્વની ભાવનગરમાં અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. દશેરા પર્વમાં દેશભરમાં રાવણ દહન કરવામાં આવે છે ત્યારે ભાવનગરમાં પરમ શિવભક્ત રાવણની આરતી કરવામાં આવી હતી

રાવણે માતા સીતાનું હરણ કર્યું કતું માટે રાવણનો વધ કરવામાં આવ્યો જે પરંપરાગત ભારત વર્ષમાં રાવણદહન કરવામાં આવે છે પરંતુ ભાવનગર માં એક એવો શિવ ભક્ત જે રાવણની પણ પૂજા કરે છે ભાવનગર ટોપ થ્રી સર્કલ પાસે સુમેરુ ટાઉનશીપમાં ફહેતા રવીબાપુ જેઓ એક સાધક છે જેઓએ ભારતના ખૂણે ખૂણે ભગવાન શિવની સાધના કરી છે. દશેરામાં જ્યાં ઠેરઠેર રાવણ દહન કરવામાં આવે છે ત્યાં રાવીબાપુએ રાવણી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરીને તેમની પૂજા કરે છે.રવીબાપુ નું કહેવું છે કે લોકો રાવણ નહિ પરંતુ ક્રોધ, અહંકાર,મોહમાયા,આદિ દુર્ગુણનું દહન કરે છે જો રાવણદહનનું કારણ માતા સીતાનું અપહરણ હોય તો આજે સમાજમાં અનેક રાવણો છે જેઓ અનેક બળાત્કારી ગુના કરે છે તો લોકો એ એવા સમાજમાં જીવતા રાવણને ફાંસી જેવી સજા મળે તે માટે પણ પ્રયત્ન કરવા જોઈએ જ્યારે રવીબાપુ રાવણપૂજા પાછળનું કારણ જણાવતા કહ્યું હતું કે રાવણ એક જ્ઞાનનો ભંડાર હતો દુનિયામાં આજ દિન સુધી રાવણ થી મોટો કોઈ શિવ ભક્ત નથી,વેદ શક્તિ, શિવ ભક્તિ, પરાક્રમી, અનેક સદગુણ રાવણમાં રહેલા હતા, પરંતુ રાવણે માત્ર પોતાની મોક્ષ પ્રાપ્તિ માટે અને ભગવાન શ્રી રામના હાથે મૃત્યુ પામવા માટે માતા સીતાનું હરણ કર્યું હતું.

Next Story