/connect-gujarat/media/post_banners/440b68f53bb032541f156c61361773fd09299e53302b737c13ac032906a78345.webp)
ગુજરાત સરકારે કર્મચારીઓના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો કરાયો છે. અત્રે જણાવીએ કે, પાંચ માસની તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે જાન્યુઆરી માસમાં ચૂકવાશે. જે નિર્ણયને લઈ નાણાં વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે.
પરિપત્રમાં જણાવ્યું છે કે, ''નાણા વિભાગના તા.04/07/2024ના સરકારી ઠરાવથી છઠ્ઠા પગારપંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓને તા.01/01/2024ની અસરથી 239% મુજબ મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર થશે તેમ ઠરાવવામાં આવેલ છે. પુખ્ત વિચારણા બાદ, રાજ્ય સરકારે છઠ્ઠા પગારપંચ મુજબ પગાર મેળવતા કર્મચારીઓ અને પેન્શનરોના કિસ્સામાં ચૂકવવાપાત્ર મોંઘવારી ભથ્થાના માસિક દરમાં તા.01/07/2024થી નીચે મુજબ વધારો કરીને ચૂકવવાનું નક્કી કરેલ છે. કર્મચારીઓના કિસ્સામાં, ડીસેમ્બર-2024 માસથી 246% મુજબનું મોંઘવારી ભથ્થુ માસિક પગાર સાથે નિયમિત રીતે તથા સુચિત મોંઘવારી ભથ્થાના જુલાઈ-2024 થી નવેમ્બર-2024 માસ સુધીના કુલ- 5 માસના તફાવતની રકમ ડીસેમ્બર માસના પગાર સાથે(પેઈડ ઈન જાન્યુઆરી-2025) ચુકવવાની રહેશે''