દેવભૂમિ દ્વારકા : CNG પંપ પર નોઝલની અવ્યવસ્થાના કારણે રીક્ષા ચાલકો પરેશાન, વિશાળ રેલી યોજી તંત્રને પાઠવ્યું આવેદન...

દ્વારકા જીલ્લાના કુરંગા ગામે આવેલ CNG પંપની અવ્યવસ્થાના કારણે પરેશાન CNG રીક્ષા ચાલકોએ વિશાળ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી

New Update
  • CNG પંપની અવ્યવસ્થાના કારણે રીક્ષા ચાલકો પરેશાન

  • CNG રીક્ષા ચાલકોએ વિશાળ રેલી યોજી વિરોધ દર્શાવ્યો

  • દ્વારકા હેલિપેડથી પ્રાંત કચેરી સુધી વિશાળ રેલી યોજાય

  • દ્વારકા પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી

  • CNG પંપ પર અલગ નોઝલ મુકવામાં આવે તેવી માંગ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાંCNG પંપની અવ્યવસ્થાના કારણે પરેશાનCNG રીક્ષા ચાલકોએ વિશાળ રેલી યોજી પ્રાંત કચેરીએ આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના દ્વારકા શહેરમાં અંદાજે 250થી વધુCNG રીક્ષાઓ દોડે છેજ્યારે નજીકનુંCNG પંપ દ્વારકાથી 30 કિમિ દૂર કુરંગા ગામે આવેલ છેત્યાં દરરોજ રીક્ષા ચાલકો 60 કિલોમીટર અપ-ડાઉન કરીને રીક્ષામાં ગેસ ભરાવવા જાય છેજ્યાંCNG પંપ સંચાલક દ્વારા અલગ નોઝલ રાખવાના બદલે રેગ્યુલર વાહનો સાથે રીક્ષા ચાલકોને પણ કલાકો સુધી લાંબી કતારમાં ઉભા રહેવા મજબૂર કરવામાં આવે છે.

ત્યારે રીક્ષા ચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કેદરેક શહેરની જેમ દ્વારકામાં પણCNG પંપ પર સ્થાનિક રીક્ષા ચાલકો માટે એક અલગ નોઝલ મુકવામાં આવે. જેથી રીક્ષા ચાલકોનો વધારે સમય બગડે નહીં અને ધંધા રોજગારી પર અસર પડે નહીં. હાલCNG પંપ પર 2-3 કલાક લાઈનમાં રહેવાથી રીક્ષા ચાલકોનો આખો દિવસ બગડી જાય છેઅને ધંધો થઇ શકતો નથી. તેથી તમામ રીક્ષા ચાલકોએ દ્વારકા હેલિપેડ ખાતેથી પ્રાંત કચેરી સુધી પોતપોતાની રીક્ષાઓ લઇ વિશાળ રેલી યોજી હતી. આ સાથે જ પ્રાંત કચેરીએ આવેદન પત્ર આપી યોગ્ય વ્યવસ્થા કરી આપવા રજુઆત કરવામાં આવી હતી.

Read the Next Article

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરી અટકાયત,વાંચો શું હતો મામલો..?

ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા..

New Update

નર્મદાના ડેડીયાપાડામાં બબાલ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા કાર્યકરો રોષે ભરાયા હતા. ચૈતર વસાવાને ડેડીયાપાડા થી રાજપીપલા લાવતા સમર્થકોનોમાં રોષ જોવા મળ્યો હતો. દરમ્યાન પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ જેવા દ્રષ્યો સર્જાયા હતા.

પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો ઉમટ્યા હતા. તમને જણાવી દઈએ કે ડેડિયાપાડા તાલુકાનું એટીવીટીનું આયોજન હતું. તેમાં દેડિયાપાડાના પ્રમુખ, સાગબારાના પ્રમુખ અને પ્રાંત અધિકારી અને એમએલએ આટલા જ લોકો આવે પરંતુ આમ છતા દેડિયાપાડા તાલુકાના અન્ય ત્રણ નામો અને સાગબારા તાલુકાના બીજા ત્રણ નામો કમિટિમાં ઉમેરવાને લઇને ઘર્ષણ થયું હતું..આ દરમ્યાન ઝપાઝપી પણ થઇ હતી. જે બાદ ફરીયાદ નોંધાવવા માટે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા પરંતુ પોલીસે તેમને બહાર જવાની મનાઇ ફરમાવી તેમની અટકાયત કરી લેતા ધારાસભ્યના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.