દેવભૂમિ દ્વારકા: રૂ. 315 કરોડના ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં બોટ સાથે વધુ 2 આરોપીની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલ 315 કરોડ નું 63 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું

New Update
દેવભૂમિ દ્વારકા: રૂ. 315 કરોડના ડ્રગ્સ ઝડપાવવાના મામલામાં બોટ સાથે વધુ  2 આરોપીની ધરપકડ

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આવેલ 315 કરોડ નું 63 કિલો ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું તેમાં વધુ બે આરોપીની સલાયાથી અટકાયત કરી અને બે મોટર કાર સહિત બોટને કબ્જે કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી

દેવભૂમિ દ્વારકા જિલ્લો આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક હોય અને પાકિસ્તાન સાથે ઇન્ટરનેશનલ મરીન બાઉન્ડ્રી લાઈન નજીક દરિયાઈ માર્ગે ડ્રગ્સને ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર બે દિવસ પહેલા જ પકડાયું હતું જેમાં 63 કિલોનું 315 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડવામાં દ્વારકા જિલ્લા પોલીસને સફળતા મળી હતી ત્યારે એક આરોપી પાસેથી ખંભાળીયા નજીક આવેલ આરાધના ધામ પાસેથી ઝડપાયો જ્યારે તપાસમાં સલાયાના બે ઈસમોના નામ ખુલ્યા અને તેની પાસેથી પણ મોટા પ્રમાણમાં ડ્રગ્સમળી આવ્યું હતું ત્યારે દ્વારકા જિલ્લા પોલીસે તપાસ શરૂ કરી હતી ત્રણ આરોપીઓને ખંભાળીયા કોર્ટમાં રજૂ કરાતા તેઓને નામદાર કોર્ટ દ્વારા 9 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા ત્યારે આજે દ્વારકા જિલ્લા પોલીસને વધુ તપાસમાં મોટી સફળતા મળી છે સલાયાના સલીમ કારા અને અલી કારાના ઘર માંથી ડ્રગ્સ મળી આવતા વધુ બે ઈસમોના નામ ખુલ્યા છે મહત્વનું છે કે દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી ડ્રગ્સની તસ્કરી થઈ હોવાથી પોલીસે સલાયા ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરતાં બોટ મારફતે ડ્રગ્સ આવ્યું હોય તેથી તે દિશામાં તપાસ કરતા દ્વારકા પોલીસે બે આરોપીની અટકાયત કરી હતી જેમાં આરોપી દ્વારા દ્વારકાના રૂપેણ બંદરથી ફારૂકી-1 નામની બોટ લીધી હતી અને માદક પદાર્થનો જથ્થો મેળવવા દરિયાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતો તેમાં માછીમારી બોટ અને વાયરલેસ સેટની મદદથી IMBL નજીક પાકિસ્તાની બોટ સાથે સંપર્ક કરી ડ્રગ્સ લાવવામાં આવ્યું હતું પાકિસ્તાનથી ડ્રગ્સ લાવી માછીમારી બોટની જાળ નીચે માદક પદાર્થ છુપાવવામાં આવ્યો હતો અને ગત તારીખ 9 નવેમ્બર 2021 ના રોજ સલાયા બંદર ખાતે પહોંચ્યા હતા બંને આરોપી સલીમ યાકુબ કારાના સંપર્કમાં આવી ટાટા નેનો કારનો ઉપયોગ કરી અલગ અલગ ક્વોલિટી મુજબ માદક પદાર્થને મહારાષ્ટ્રના ઈસમને આપવામાં આવ્યો હતો ત્યારે કીયા મોટર કારનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો દ્વારકા પોલીસે ચકચારી ડ્રગ્સ કેસમાં સલીમ ઉંમર જુસબ જશરાયા અને ઈરફાન ઉંમર જુસબ જશરાયાને ઝડપી પાડ્યા છે અને આરોપીઓ પાસેથી માછીમારી બોટ,ટાટા નેનો કાર અને કીયા મોટર કાર સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ડ્રગ્સ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે

Latest Stories