દેવભૂમિ દ્વારકા : પ્રસુતાની જીવનદાતા બની 108 બોટની આરોગ્ય સેવા...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુ બેટ દ્વારકાના રહેવાસી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 બોટમાં સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.

New Update
દેવભૂમિ દ્વારકા : પ્રસુતાની જીવનદાતા બની 108 બોટની આરોગ્ય સેવા...

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુ બેટ દ્વારકાના રહેવાસી સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 બોટમાં સફળ પ્રસુતિ કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટાપુ બેટ દ્વારકાના રહેવાસી સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા તેમજ પરિસ્થિતિની ગંભીરતા જોતા 108 ઇમરજન્સી સેવા બોટની ટીમ દ્વારા તત્કાલ તેણીની પ્રસુતિ બોટમાં જ સફળતાપૂર્વક કરાવવામાં આવી હતી. જેમાં મહિલા અને નવજાત શિશુ બન્ને સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સમુદ્રની વચ્ચે ત્યાંના આસપાસના નાગરિકોની નિરામયતા અને આરોગ્ય સેવા માટે રાજ્ય સરકાર દ્વારા 108 એમ્બ્યુલન્સ જેવી જ 108 ઇમરજન્સી સેવાની બોટ ફાળવવામાં આવી છે. આ ટીમને તેમની સચોટ સમયબદ્ધતા અને ફરજની પ્રતિબદ્ધતા બદલ રાજ્ય સરકાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

Latest Stories