ભક્તોનું ઘોડાપુર : દિવાળીની રજાઓમાં પાવાગઢ ખાતે 2 લાખ માઈભક્તો ઉમટ્યા...

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

New Update
ભક્તોનું ઘોડાપુર : દિવાળીની રજાઓમાં પાવાગઢ ખાતે 2 લાખ માઈભક્તો ઉમટ્યા...

પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મહાકાળી મંદિરનો અનેરો મહિમા રહ્યો છે, ત્યારે હાલ ચાલી રહેલા દિવાળીની રજાઓમાં માઈભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. હાલ ચાલી રહેલા દિવાળી વેકેશન નિમિત્તે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે બિરાજમાન મહાકાળી માતાના દર્શને લાખો માઈભક્તો આવી રહ્યા છે. વહેલી સવારથી જ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.

પાવાગઢમાં અંદાજે 2 લાખ જેટલા ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટ્યા હતા. જોકે, દિવાળી વેકેશનને લઇને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો બીજી તરફ, પોલીસ તંત્ર દ્વારા પણ ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વહેલી સવારથી જ અત્યાર સુધીમાં 2 લાખ ઉપરાંત માઈભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ સાથે જ પાવાગઢ મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.




Latest Stories