અંબાજી મંદિર બાદ વધુ એક મંદિરમાં પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરે આગામી તારીખ 20 માર્ચથી કોઈપણ વ્યક્તિ છોલેલું શ્રીફળ મંદિરમાં લાવી શકાશે નહીં. છોલ્યા વિનાનું આખું નાળિયેર માતાજીને ધરાવી ઘરે લઈ જવાનું ફરમાન શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પાવાગઢ દ્વારા કરાયું છે. ભક્તોએ મંદિરમાં શ્રીફળ જાતે ચડાવી ચૂંદડી સાથે ઘરે લઇ જવાનું રહેશે. આ સાથે જ મંદિરની આસપાસ કોઈ વેપારીઓ પણ છોલેલું શ્રીફળ વેંચી શકશે નહીં. જો વેપારી પાસે છોલેલું શ્રીફળ મળશે તો કાર્યવાહી કરવામાં આવશે। શક્તિ દ્વારથી જ સિક્યુરીટી ગાર્ડ દ્વારા ભક્તોને તપાસીને અંદર પ્રવેશ અપાશે. સિક્યુરીટી ગાર્ડ સાથે તકરાર કરનાર સામે પોલીસ ફરીયાદ કરાશે. કાલીકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ તમામ ભક્તો માટે આગામી 20 માર્ચથી લાગુ પડશે. આ નિર્ણયને પગલે સ્થાનિક વેપારીઓ અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.હવેથી ભક્તો પાવાગઢ છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકે, અંબાજી બાદ વધુ એક મંદિરના ટ્રસ્ટે લીધો પ્રતિબંધિત નિર્ણય
હવેથી ભક્તો પાવાગઢ છોલેલું શ્રીફળ નહીં લઇ જઇ શકે, અંબાજી બાદ વધુ એક મંદિરના ટ્રસ્ટે લીધો પ્રતિબંધિત નિર્ણય
અંબાજી મંદિર બાદ વધુ એક મંદિરમાં પ્રતિબંધિત નિર્ણય લેવામાં આવ્યો છે.
New Update