રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓને DGP ઓફિસનું તેડું

આગ્નિકાંડમાં જે કોઈ દોષિત લાગે તેની પૂછપરછ કરીને કડક પગલા લેવા હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે

New Update
રાજકોટ અગ્નિકાંડમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓને DGP ઓફિસનું તેડું

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે અગ્નિકાંડ મુદ્દે સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને DGP ઓફિસનું તેડું આવ્યું છે. મળતી માહિતી અનુસાર DGP ઓફિસ ખાતે તમામ અધિકારીઓની આખરી પૂછપરછ કરવામાં આવશે. બદલી પામેલા નવા અધિકારીઓને ડીજીપી ઓફિસ ખાતે બોલવવામાં આવ્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અનેક અધિકારીઓને પૂછપરછ કરાઈ રહી છે

સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમના વડા સુભાષ ત્રિવેદી જણાવ્યું છે કે, આ ઘટનાને લઈને અમે બધા પણ ખુબ જ દુઃખી અને ચિંતિત છીએ. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ બેઠકમાં અમને સ્પષ્ટ સૂચના આપી છે કે, આગ્નિકાંડમાં જે કોઈ દોષિત લાગે તેની પૂછપરછ કરીને કડક પગલા લેવા.

Latest Stories