Connect Gujarat
ગુજરાત

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના MD ડી.એચ.શાહે લીધી પ્રાકૃતિક ડાંગની મુલાકાત લીધી...

તાજેતરમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટડના એમ.ડી. ડી.એચ.શાહ (IAS)એ પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાની જાત મુલાકાત લીધી હતી.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના MD ડી.એચ.શાહે લીધી પ્રાકૃતિક ડાંગની મુલાકાત લીધી...
X

તાજેતરમાં ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટડના એમ.ડી. ડી.એચ.શાહ (IAS)એ પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લાની જાત મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડાંગના જિલ્લા વિકાસ અધિકારી આર.એમ.ડામોર (IAS)ની સહઅધ્યક્ષતામાં સંપૂર્ણ રસાયણ મુક્ત ડાંગ જિલ્લા યોજના, તેમજ FPO યોજનાની સમીક્ષા પણ હાથ ધરી હતી.

ભારતના સૌ પ્રથમ પ્રાકૃતિક કૃષિ આધારિત ડાંગ જિલ્લામાં પધારેલા એમ.ડી.ની સાથે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ સર્ટિફિકેશન એજન્સી (GOPCA)ના નિયામક એમ.કે.કુરેશી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના ઇમ્પ્લિમેન્ટેશન હેઠળ, ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક કૃષકો માટે મહત્વની બે યોજનાઓ ચાલી રહી છે. જેમાં એક પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ઓર્ગેનિક સર્ટિફિકેશનની કામગીરી. જેમાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના NPOPના ધારાધોરણો મુજબ, જૂથ સર્ટિફિકેશન (ICS) બનાવી, ખેડૂતોને ઓર્ગેનિક ધારા ધોરણો પ્રમાણે વાવેતર માટેની જમીનની તૈયારીથી શરૂ કરી વાવેતર, જાળવણી, કાપણી, અને સંગ્રહ સુધીની વિવિધ તાલીમો અપાતી હોય છે. ઉપરાંત ખેડૂતોની પોતાની જ કંપની એટલે કે FPO (ફાર્મર પ્રોડ્યુસર કંપની) બનાવવામાં આવી છે. જેમાં માત્ર ખેડૂતો જ જોડાઈ, પોતાની એક સંસ્થા/કંપની બનાવે, અને એમાં જોડાયેલા ખેડૂતોને પાયાની જરૂરિયાત જેમ કે બિયારણ,

પ્રાકૃતિક ખાતર જીવામૃત, ઘન જીવામૃત, અન્ય પ્રાકૃતિક સંશાધનો, જણસીનું પ્રોસેસિંગ જેમ કે શોર્ટિંગ, ગ્રેડિંગ, મૂલ્યવર્ધન કરી માર્કેટ કરી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, એક યોજના (ICS) જેમાં સંપૂર્ણ ટ્રેસેબિલિટી સાથે, એક સરખી ગુણવતામાં મોટા પ્રમાણમાં જણસી મેળવી, માર્કેટ કરી શકાય એવી વ્યવસ્થાઓ બાબતે ખેડૂતને તાલીમબદ્ધ કરાતા હોય છે, જયારે બીજી યોજના (FPO)માં એ જ જણસીનું મૂલ્યવર્ધન, અને ટ્રેડિંગ/માર્કેટિંગ બાબતે ખેડૂતોને તાલીમબદ્ધ કરાતા હોય છે. તેમજ વિવિધ સુવિધાઓ જેવીકે તાંત્રિક, આર્થિક, યાંત્રિક સતત ત્રણ અને પાંચ વર્ષ સુધી પુરી પડાતી હોય છે. જયારે આ બંને યોજનાઓને એક સમય થયો હોઇ, તેની કામગીરીની સમીક્ષાનું આયોજન ઉચ્ચ કક્ષાએથી કરાયું હતું. જેમાં હાલ ડાંગ જિલ્લામાં પાંચ FPO બનેલા છે, તેમજ ઓર્ગેનિક સૅર્ટિફિકેશન હેતુ ૬૧ જેટલા ખેડૂત જૂથો બન્યા છે. જેમાં ૧૩ હજારથી વધુ ખડૂતોને આવરી લેવાયા છે, અને યોજનાને અનુરૂપ કામગીરી થઈ રહી છે.

Next Story