Connect Gujarat
ગુજરાત

નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને રજૂ થશે “ધોરડો” ગુજરાતની ઝાંખી, લોકોમાં બનશે આકર્ષણનું કેન્દ્ર...

પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ રજૂ કરતાં “ધોરડો” વિષય અંતર્ગત ટેબ્લો રજૂ કરવામાં આવશે.

X

નવી દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતનો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે. જેમાં આ વર્ષે “ધોરડો : ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત ટેબ્લો ગુજરાતની ઝાંખી રજૂ કરશે.

નવી દિલ્હીમાં તા. 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ રજૂ કરતાં “ધોરડો” વિષય અંતર્ગત ટેબ્લો રજૂ કરવામાં આવશે. આ ટેબ્લોના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો, ધોરડોના ''ભૂંગા'' તરીકે ઓળખાતા ઘર, સ્થાનિક હસ્તકલા અને રોગાન કલા, ''રણ ઉત્સવ'', ટેન્ટ સિટી, યુનેસ્કોએ તાજેતરમાં જ જાહેર કરેલા ગુજરાતના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા' સમા ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ, ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા આ ટેબ્લો થકી વિકસિત ભારત'ની પરિકલ્પનાને મૂર્તિમંત કરતા દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવનાર છે.

Next Story