નર્મદા તંત્રની કામગીરીથી અસંતુષ્ટ AAPના ધારાસભ્ય ચૈતર વસાવાના કલેક્ટર કચેરીએ ધરણા

નર્મદા કલેક્ટર કચેરીએ પ્રજાલક્ષી કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો ગુજરાત | Featured | સમાચાર |

New Update

નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધારાસભ્યના ધરણા

ચૈતર વસાવાએ સંકલન સમિતિમાં ઉઠાવ્યા હતા પ્રશ્નો

યોગ્ય જવાબ ન મળતા ચૈતર વસાવામાં નારાજગી વ્યાપી

પ્રજાલક્ષી કામોમાં તંત્ર સામે ભ્રષ્ટાચારનો કરાયો આક્ષેપ

ધારાસભ્યના ધરણા પ્રદર્શનથી જિલ્લાનું રાજકારણ ગરમાયું

 નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીમાં સંકલન સમિતિની એક બેઠક મળી હતી. જોકેઆ બેઠકમાં આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉઠાવેલા પ્રશ્નોના જવાબ ન મળતા બેઠક છોડીને તેઓ ધરણા પર બેઠા હતા. જેના કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું.

નર્મદા કલેક્ટર કચેરીએ સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો સાથે પ્રશ્નોની રજૂઆત કરી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કેનર્મદા કલેક્ટર કચેરીએ પ્રજાલક્ષી કામોમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર અને લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપો કર્યા હતા.

અને તેઓએ સંકલન સમિતિમાં પૂછેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપવામાં આવ્યા ન હોવાથી તેઓ નર્મદા જિલ્લા કલેક્ટરની બેઠકને છોડીને કચેરી બહાર ધરણા પર બેઠા હતા. જેના કારણે જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. ધારાસભ્ય ચૈતર વસાવાએ  જણાવ્યું હતું કેગુજરાતભરમાં 41 જેટલા તાલુકાનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છેજેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે.

જેમાં 4 કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતુંત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડૂતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટર મંજૂર કર્યા. પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારે કામ બદલી કાઢીને 20-20 લાખના તળાવબાયોગેસ મંજૂર કરી દીધા છે. જેથી બિન ઉપયોગી પ્રોજેક્ટને મંજૂર કરી ગેરરીતિ આચરી હોવાનો AAPના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા હતા.

 

Latest Stories