દિવ વાત્સલ્ય" સંસ્થા મુકામે મનોવિશિષ્ટ બાળકો સાથે જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી

દિવ દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) નાં ક્લસ્ટર કો-ઓર્ડીનેટર મિનાક્ષી ગઢવીનાં જન્મદિનની ઉજવણી મનોવિશિષ્ટ બાળકોને ભાવપૂર્વક નાસ્તો કરાવીને કરવામાં આવી

New Update
Diu Vatsalya

દિવ દીનદયાળ અંત્યોદય યોજના - રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) નાં ક્લસ્ટર કો-ઓર્ડીનેટર મિનાક્ષી ગઢવીનાં જન્મદિનની ઉજવણી મનોવિશિષ્ટ બાળકોને ભાવપૂર્વક નાસ્તો કરાવીને કરવામાં આવી. આ પ્રસંગે દિવ દીનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY - NRLM) નાં બ્લોક પ્રોગ્રામ મેનેજર મયુરભાઈ એમ.આઇ. એસ. કો-ઓર્ડીનેટર કમ એકાઉન્ટન્ટ નવનીત બામણીયા તેમજ મિનાક્ષીબેનનાં પરિવારનાં સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

Vatsalya

મિનાક્ષી ગઢવીનાં જન્મદિન નિમિત્તે ઉપસ્થિત સર્વે મહેમાનો દ્વારા દરેક મનોદિવ્યાંગ બાળકોને ભાવપૂર્વક નાસ્તો કરાવવામાં આવ્યો. આ પ્રસંગે દિવ વાત્સલ્ય સંસ્થાના સેક્રેટરી ઉસ્માન વોરા દ્વારા ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમજ મિનાક્ષીબેનને જન્મદિન પ્રસંગે ફૂલ નહીં તો ફુલની પાંખડી સ્વરૂપે ભેટ અર્પણ કરી વાત્સલ્ય સંસ્થા વતી જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. નોંધનીય વાત છે કે, સમાજમાં મનોવિશિષ્ટ બાળકો પ્રત્યે હવે જાગૃતિ આવતી જાય છે, જન્મદિવસ કે કોઈ પણ ખુશીના પ્રસંગોમાં આવાં જરૂરિયાત વાળા બાળકોને પણ સામેલ કરવામાં આવે, જેથી તેઓની જરૂરીયાત અને સમસ્યા નજીકથી નિહાળવા મળે.

Latest Stories