ગુજરાતમાં “મેહુલિયો” : વિધિવત્ રીતે ચોમાસું બેસે તે પહેલાં જ રાજ્યમાં ખાબક્યો વરસાદ, ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા.

હવામાન વિભાગની આગાહી અનુસાર, છેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

author-image
By Connect Gujarat Desk
New Update

વિધિવત્ રીતે ચોમાસું બેસે તે પહેલાં જ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી સૌરાષ્ટ્રદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસારછેલ્લા 24 કલાકમાં ગુજરાત રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. અગાઉ હવામાન વિભાગે 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી. જેમાં તા. 10 અને 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાય હતી. આગામી 36 કલાકમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે. જેના પગલે આ વર્ષે ભીમ અગિયારસે વાવણીનું મુહૂર્ત સચવાય તેવી શક્યતા વર્તાય છે. જોકેવાવણીલાયક વરસાદ થતાં જ ખેડૂતોએ બળદ જોતરી વાવણીનાં શ્રીગણેશ કર્યાં છે. તો બીજી તરફકેટલાક વિસ્તારોમાં સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Latest Stories