આકરી ગરમીના કારણે સાબરકાંઠા-અરવલ્લીમાં પશુ દીઠ દૂધમાં 1થી દોઢ લીટરનો ઘટાડો..!

ગરમીના કારણે મનુષ્ય તો ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. તો બીજી તરફ, પશુઓના દૂધમાં પણ ઘટાડો થયો છે.

New Update
આકરી ગરમીના કારણે સાબરકાંઠા-અરવલ્લીમાં પશુ દીઠ દૂધમાં 1થી દોઢ લીટરનો ઘટાડો..!

ગરમીના કારણે મનુષ્ય તો ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે. તો બીજી તરફ, પશુઓના દૂધમાં પણ ઘટાડો થયો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં એક પશુ દીઠ 1થી દોઢ લીટર દૂધમાં નોંધપાત્ર ઘટાડો સામે આવ્યો છે.

ગુજરાતમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે, ત્યારે મનુષ્ય તો ઠીક પણ પશુઓ પણ ગરમીમાં શેકાઈ રહ્યા છે. આમ તો પશુઓ પર આકરી ગરમી પડતી હોય ત્યારે પશુઓને રક્ષણ મળે તે માટે પશુપાલકો અથાગ પ્રકાસો કરે છે. પશુપાલકો પશુઓ પર ઠંડુ પાણી વરસાવીને નવડાવી રહ્યા છે, જેને લઈને પશુઓને ઠંડક મળે. જોકે, પશુઓના દૂધમાં ઘટાડો નોંધાતા પશુપાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે.

જોકે, આગ ઓકતી ગરમીમાં પશુપાલકો પશુઓને 3-3 વાર નવડાવી રહ્યા છે. તો તબેલાની આસપાસ પણ પાણીનો છંટકાવ કરી રહ્યા છે, જેથી પશુઓને ઠંડક મળે. આમ તો આ ગરમીમાં એક પશુ દિઢ 1 લીટરથી ડોઢ લીટર દૂધ ઘટી રહ્યુ છે, તો દૂધ પણ પાતળુ થતા ફેટ પણ મળતા નથી, જેને લઈ પશુપાલકોનો આર્થીક નુકશાન વેઠવું પડે છે. મંડળીના સેક્રેટરીના જણાવ્યા અનુસાર દૂધમાં ઘટાડો થઈ રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સાબરડેરીમાં પણ દૂધમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે હાલ તો ગરમીના કારણે દૂધમાં ઘટાડો થયો હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

Latest Stories