ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકામાં મહિલા અપમૃત્યુની ઘટનામાં પોલીસ અને હોસ્પિટલના સંકલનના અભાવે મૃતદેહ રઝળતો રહ્યો

ગુજરાત | Featured | સમાચાર, ભરૂચ જિલ્લાના ઝગડીયાની મહિલા અપમૃત્યુ કેસમાં પોલીસ અને હોસ્પિટલના સંકલનને અભાવે વડોદરાની SSG હોસ્પિટલમાં મૃતદેહ રઝળતો રહ્યો હતો

New Update
ઝગડિયાની મહિલાના અપમૃત્યુ કેસથી ચકચાર
પોલીસ અને હોસ્પિટલ વચ્ચે સંકલનનો અભાવ
સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ
પોલીસ ફરિયાદ નોંધતી નહોવાના પરિવારજનોના આક્ષેપ
યુવતીએ આપઘાત કર્યો કે તેણીની હત્યા થઇ બન્યો તપાસનો વિષય
ભરૂચ જિલ્લાના ઝગડીયાની મહિલા અપમૃત્યુ કેસમાં પોલીસ અને હોસ્પિટલના સંકલનને અભાવે વડોદરાની SSG હોસ્પિટલમાં મૃતદેહ રઝળતો રહ્યો હતો,જોકે આ અંગે સાંસદ મનસુખ વસાવાએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને રજૂઆત કરી હતી,જયારે પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી નહોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. 
ભરૂચ જિલ્લાના ઝઘડિયા  તાલુકાના ભીમપોર સાકરીયા ગામમાં પરિણીત મહિલાના શંકાસ્પદ આપઘાતની ઘટનામાં પોલીસ અને હોસ્પિટલમાં સંકલનના અભાવે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થવામાં વિલંબ થવાની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે,મૃતક મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે ગામના એક યુવક દ્વારા તેમની દીકરીને હેરાન કરવામાં આવતી હતી,અને તે યુવતીને પોતાની સાથે લઇ ગયો હતો,ત્યાર બાદ યુવતીનું અપમૃત્યુ થયું છે,જોકે યુવતીએ ઝેરી દવા પીધી કે તેણીને ઝેરી દવા પીવડાવવામાં આવી તે હાલ તપાસનો વિષય બની ગયો છે.
આ મુદ્દે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને જાણ કરવામાં આવતા તેઓએ પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર આ અંગેની પોસ્ટ કરી હતી,તેમાં જણાવ્યું હતું કે યુવતીને ગંભીર હાલતમાં પ્રથમ અવિધા અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજપીપળા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી,પરંતુ તેણીની તબિયત વધુ નાજુક બનતા ધનિષ્ટ સારવાર અર્થે વડોદરા SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી,જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું.પરંતુ પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં ન આવતા હોસ્પિટલના તબીબો દ્વારા મૃતદેહનુ પોઇસ્ટમોર્ટમ કરવામાં આવતું નહતું,તેથી પોલીસ અને હોસ્પિટલના તબીબોને તેઓએ આ પોસ્ટ થકી તાત્કાલિક પસોર્ટમોર્ટમ કરવા અને પરિવારજનોને મૃતદેહ સોંપવા માટે જણાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ વડોદરા SSG હોસ્પ્ટિલ દ્વારા યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે અને ત્યાર બાદ પરિવારજનોને યુવતીનો મૃતદેહ સોંપવામાં આવશે,વધુમાં પોલીસે ફરિયાદ નોંધવાની પણ તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, આ અંગે વિભાગીય પોલીસ વડા ડો.કૌશલ ઓઝા સાથે ટેલિફોનિક વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ ચાલુ છે.
Read the Next Article

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પતિની ધરપકડ

New Update

જુનાગઢ : દીકરીના ભણતર બાબતની માથાકૂટમાં પત્નીની હત્યા કરનાર હત્યારા પતિની પોલીસે ધરપકડ કરી...

સ્લગ : હત્યારો પતિ પોલીસ ગિરફ્તમાં..!

ભવનાથ વિસ્તારમાં રહેતા પરિવારનો માળો વિખાયો

દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચેની માથાકૂટ

ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઢીકાપાટુનો માર માર્યો

પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ નિપજતા ચકચાર

પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

જુનાગઢના ભવનાથ વિસ્તારમાં દીકરીના ભણતર બાબતે થયેલ માથાકૂટમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીનું મૃત્યુ થયું હતું. સમગ્ર મામલે પોલીસે હત્યારા પત્ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના નંદાણા ગામથી જુનાગઢના ભવનાથ વિસ્તારમાં આવી વસવાટ કરતાં પરિવારનો માળો વિખાયો છે. ભવનાથ વિસ્તારમાં પતિ રાજેશ ચાવડા સાથે રહેતી પત્ની મલુબેનને પોતાની દીકરીના ભણતરની ચિંતા હતીત્યારે દીકરીના ભણતર બાબતે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થઈ હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ પત્ની ઉપર હુમલો કર્યો હતો. જેમાં પતિએ પત્નીને ઢીકાપાટુ અને પેટમાં લાતો મારતાં પત્નીને હોસ્પિટલ લઈ ગયા બાદ તેણીનું મૃત્યુ થયુ હતું. અગાઉ પણ પતિ રાજેશને પોતાની પત્ની સાથે માથાકૂટ થતીત્યારે બન્ને અલગ અલગ રહેતા હતા. જોકેસમાજના આગેવાનોએ બન્ને વચ્ચે સમાધાન કરાવતા તેઓએ ફરી સાથે રહી પોતાનો સંસાર ચલાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ બન્ને વચ્ચે થયેલા ઝગડામાં સંસાર ચાલ્યો નહીંઅને હાલ પોતાની દીકરી માતા વિનાની નોધારી બની ગઈ છે. સમગ્ર મામલે ભવનાથ પોલીસે હત્યારા પતિ રાજેશ ચાવડાની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.