ગુજરાતનું ચેરાપુંજી “ડાંગ” : ચોમાસાની ઋતુમાં વનરાજી સોળે કળાએ ખીલી ઉઠતા આહલાદક દ્રશ્યો સર્જાયા…

ડાંગ જીલ્લામાં પણ મેઘ મહેર જારી રહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લાના પ્રખ્યાત જળ ઘોધ સહિત અનેક ઝરણાઓ સક્રિય થતા પ્રાકૃતિક સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે.

New Update

ગુજરાતના ચેરાપુંજી ડાંગમાં ડુંગરો પર વનરાજી ખીલી ઉઠી

સર્વત્ર મેઘ મહેર જારી રહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી

નદી-નાળા છલકાવાથી ઠેર ઠેર આહલાદક દ્રશ્યો જોવા મળ્યા

પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી

પ્રકૃતિપ્રેમીઓ નયનરમ્ય દ્રશ્યો નિહાળી ખૂબ અભિભૂત થયા

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ ડુંગરો પર વનરાજી ખીલી ઉઠે છેઅને નદીનાળા છલકાવાથી આહલાદક દૃશ્યો જોવા મળતા હોય છેત્યારે ડાંગ જીલ્લામાં પણ મેઘ મહેર જારી રહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

ચોમાસાના ઋતુમાં મેઘ મહેર થતાં ગુજરાતના વિવિધ જંગલો અને પહાડી પ્રદેશોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. પ્રવાસીઓ પ્રકૃતિને માણવા રાજ્યના જુદા-જુદા વિસ્તારોના ઝરણાં અને ધોધ પર પહોંચી રહ્યા છેત્યારે ડાંગ જીલ્લામાં પણ મેઘ મહેર જારી રહેતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. ડાંગ જિલ્લાના પ્રખ્યાત જળ ઘોધ સહિત અનેક ઝરણાઓ સક્રિય થતા પ્રાકૃતિક સૌંદર્યને ચાર ચાંદ લાગ્યા છે.

ડાંગ જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. લીલીછમ વનરાજી વચ્ચે પડતા દુગ્ધધારા સ્વરુપે ઝરણાઓનું સૌંદર્ય નિહાળી પ્રવાસીઓ યાદગાર સંભારણું બાંધી રહ્યા છે. ગુજરાત રાજ્યનું ચેરાપુંજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ સંપૂર્ણ ખીલી ઉઠતા પ્રવાસીઓ સાપુતારા સિવાય ડાંગના પ્રાકૃતિક સ્થળોનો લ્હાવો લેતા હોય છેત્યારે હાલ વઘઇ નજીક ગીરા ધોધ સહીત સિંગાણાનો ગિરમાળ ધોધ પણ સંપૂર્ણ ખીલી ઉઠ્યો છે. સાથોસાથ ઘટાદાર જંગલો પર લીલીછમ જાજમ પથરાઈ હોય જેથી પ્રકૃતિપ્રેમી સહેલાણીઓ અહી આવી ખૂબ અભિભૂત થઇ રહ્યા છે.

Latest Stories