અમરેલી જિલ્લામાં ધરા ધ્રુજી, સાવરકુંડલા ખાંભા સહિતના 10 ગામોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
BY Connect Gujarat Desk6 Feb 2023 5:11 PM GMT

X
Connect Gujarat Desk6 Feb 2023 5:11 PM GMT
અમરેલી જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે, મિતિયાળા ગામ સહિત અનેક ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતાં. સાવરકુંડલા, ખાંભા સહિતના 10 ગામોમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રિના 9:10 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે.
અમરેલી જિલ્લાના મિતિયાળા, સાવરકુંડલા, બાઢડા, સૂરજવડીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રાત્રિના 9.10 મિનિટે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મિતિયાળા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાઈ ગયો હતો.
Next Story