New Update
/connect-gujarat/media/post_banners/60fb6648d2cb5e747dae65580f31deb0518280a49607e9126c5c362bdbc04985.webp)
કચ્છના ભચાઉમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપના આંચકાની તિવ્રતા 3.2 ની હોવાની માહિતી સામે આવી છે. સાંજના 7:01 મિનીટે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 20 કિલોમિટર દૂર નોંધાયું છે.
જો કે, ભૂકંપના આંચકાની તિવ્રતા ઓછી હોવાને કારણે કોઈ જાનહાનીના સમાચાર નથી. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના અમરેલી વિસ્તાર અને કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. જેને લઈને લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.