New Update
/connect-gujarat/media/post_banners/371b3fbae72ebb372f08ecd6c8d9efa5d1a39b8b5f84afab57d691bacbf30dcd.webp)
કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છમાં આજે દિવસમાં સતત બીજીવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભચાઉ નજીક ભૂકંપનો આંચકો આવ્યો છે. સાંજના 7:29 મિનિટે કચ્છની ધરા ધ્રજી હતી. 3.1ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. ભુકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 13 કિલો મીટર દુર નોંધાયું છે.આજે બપોરે પણ 1:19 મિનિટે ફતેગઢ પાસે ભૂકંપનો આંચકો નોંધાયો હતો.
વરસાદી માહોલ વચ્ચે પૂર્વ કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હતો. પૂર્વ કચ્છના રાપર નજીક ભુકપનો આંચકો અનુભવાયો હતો. 1:19 મીનીટે 2.7 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ રાપરના ગેડી નજીક નોંધાયું હતું.