New Update
કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે. 6:40 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. પૂર્વ કચ્છ ભચાઉમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો છે.
આ ભૂકંપ તિવ્રતા 3.0 ની હોવાની વાત સામે આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે કચ્છમાં ભૂકંપનો આંચકો આવ્યો હોય કચ્છમાં છેલ્લા ઘણા વર્ષોથી ભૂકંપના નાના આંચકા આવતા રહે છે.