New Update
કચ્છ જિલ્લામાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કચ્છના દૂધઈ વિસ્તારમાં 3.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું એપી સેન્ટર દૂધઈથી 28 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે. 4 વાગ્યાને 37 મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.
અગાઉ નવા વર્ષના પ્રથમ દિવસે કચ્છમાં 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભૂકંપ સવારે 10.24 કલાકે નોંધાયો હતો, તેનું કેન્દ્ર ભચાઉથી 23 કિમી ઉત્તર-ઉત્તરપૂર્વમાં સ્થિત હતું.
Latest Stories