ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો કરાયો જાહેર, મહિલાઓ માટે વિશેષ વચનો અપાયા

વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 5 દિવસ બાકી છે. ત્યારે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.

New Update
ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો કરાયો જાહેર, મહિલાઓ માટે વિશેષ વચનો અપાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ દ્વારા સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કમલમ ખાતેથી ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો

વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર 5 દિવસ બાકી છે. ત્યારે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. કમલમ ખાતે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીનો 'સંકલ્પપત્ર' જાહેર કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સંકલ્પપત્ર લોન્ચિંગ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કહ્યું હતું કે, ભાજપ લોકોની અપેક્ષા પૂર્ણ કરતી પાર્ટી છે. અલગ-અલગ માધ્યમો દ્વારા સૂચનો મગાવવામાં આવ્યા હતા. ગુજરાતના લોકોએ સૂચવેલા સૂચનોનો દસ્તાવેજ છે, અમારો સંકલ્પ પત્ર. ભાજપે અત્યાર સુધી તમામ સંકલ્પો પૂર્ણ કર્યા છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અગ્રેસર ગુજરાત 2022 સંકલ્પ પત્ર પ્રજા સમક્ષ રજુ થઈ રહ્યું છે. ગુજરાતની જનતાએ અપ્રતીમ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. ભાજપનો આ સંકલ્પ અન્ય પાર્ટીની જેમ ઘોષણા પત્ર નથી. વૈશ્વિક યાત્રાનો દસ્તાવેજ છે.સંકલ્પપત્રના મુખ્ય અંશો પર નજર કરીએ તો

આદિવાસીના સામાજિક આર્થિક વિકાસ માટે વનબંધુ યોજના હેઠળ 1 લાખ કરોડનો ખર્ચ કરાશે

સિનિયર સીટીઝન મહિલાઓ ફ્રીમાં બસ મુસાફરી કરી શકશે

વહાલી દીકરી યોજના હેઠળ 1.5 લાખની સહાય અપાશે

આર્થિક રીતે પછાત બહેનોને ઈ-સ્કૂટર અપાશે

KGથી લઈને PG સુધી દીકરીઓને મફત શિક્ષણ અપાશે, 9થી 12ની વિદ્યાર્થિનીઓને સાઇકલ આપવામાં આવશે , 1 લાખ સરકારી નોકરી મહિલાઓને આપવામાં આવશે

દ્વારકામાં શ્રીકૃષ્ણની ભવ્ય મૂર્તિ બનાવવામાં આવશે , ખાસ ગેલેરીનું પણ નિર્માણ કરાશે

Latest Stories