સાબરકાંઠા : ચોમાસાની સિઝનમાં પણ હજુ બરાબર વરસાદ નહીં વરસતા ખેડૂતોની હાલત કફોડી...

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે, આમ તો ખેડૂતોએ વાવેતર શરુ કર્યુ છે.

New Update

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસાની સિઝનમાં હજુ પણ વરસાદ ન વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છેઆમ તો ખેડૂતોએ વાવેતર શરુ કર્યુ છે. પરંતુ કેટલાક ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ બેઠા છે.

સાબરકાંઠા જીલ્લામાં ચોમાસુ વાવેતરમાં મગફળી અને કપાસનું સૌથી વધુ વાવેતર કરવામાં આવે છે. ગત વર્ષે મગફળી અને કપાસના અધધ ભાવ મળ્યા હતા. જેને લઈને આ વખતે પણ ખેડૂતોએ મગફળી અને કપાસનું વધુ વાવેતર કરવાની તૈયારી કરી છે. પરંતુ ચાલુ વર્ષે સાબરકાંઠા જીલ્લામાં વરસાદ થોડો મોડો થયો છે. પહેલા એક કેબે દિવસ વરસાદ આવ્યોઅને એ પણ સામાન્ય. જે વિસ્તારમાં પાણીની વ્યવસ્થા છેત્યાં ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું હતું. પરંતુ હાલ વરસાદ ન પડતા પાક પણ મુંજાવા લાગ્યો છે. ખાતરદવા અને બીયારણ પણ તૈયાર છે. પરંતુ અહીના પંથકમાં વરસાદ નથી. જેથી ખેડૂત વરસાદની રાહ જોઈને બેઠો છે. તો સાથે જ ખેતરમાં જંગલી ભુંડ અને રોઝનો પણ ત્રાસ વધતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Latest Stories