ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ,વહેલી સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમી અહેસાસ!

અમદાવાદ જેવા મહાનગરોની સરખામણીમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં થોડા અંશે ઠંડી જોવા મળી રહી છે. જો કે માત્ર વહેલી સવારે જ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે

New Update
cold season

ગુજરાતમાં મહા મહિને જ ઠંડીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. અમદાવાદ જેવા મહાનગરોની સરખામણીમાં રાજ્યના અન્ય વિસ્તારોમાં થોડા અંશે ઠંડી જોવા મળી રહી છે. જો કે માત્ર વહેલી સવારે જ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છેજ્યારે બપોરના સમયે જાણે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોય તેવી ગરમી અનુભવાઇ રહી છે.

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસઅમરેલીમાં 15.6 ડિગ્રી સેલ્સિયસવડોદરામાં 15.6 17.2 ડિગ્રી સેલ્સિયસગાંધીનગરમાં 18.8 ડિગ્રી સેલ્સિયસનલિયામાં 13.2 ડિગ્રી સેલ્સિયસરાજકોટમાં 17.2 ડિગ્રી સેલ્સિયસ અને સુરતમાં ડિગ્રી સેલ્સિયસ 18.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જો કે આ સાથે જ રાજ્યના મોટા ભાગના સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો હતો.

Latest Stories