અરવલ્લી જીલ્લામાં વરસાદની ચાતક ડોળે રાહ જોઈ રહ્યા છે ખેડુતો

ખેડૂતોએ 3200 હેક્ટર જમીનમાં કપાસ,મગફળી,સોયાબીન,મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. ખેડૂતે ખેડ કરી મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી સારી એવી માવજત પણ કરાવી છે.

New Update
ચોમાસુ વાવેતર

અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે,. જિલ્લામાં ખેડૂતોએ વરસાદ ની આશાએ 3200 હેક્ટર જમીનમાં ચોમાસુ વાવેતર કર્યું છે પણ ,જો એક સપ્તાહમાં વરસાદ ન થાય તો ખેડૂતનું વાવેતર નિષ્ફળતાને આરે જવાની સંભાવના સેવાય રહી છે.

સામાન્ય રીતે 15 થી 20 જૂન વચ્ચે અરવલ્લી જિલ્લામાં ખેતી લાયક વરસાદ થતો હોય છે ત્યારે 10 જૂન બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત પણ થઈ હતી એ આધારે જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ વાવેતર પણ કરી દીધું છે હાલ જિલ્લામાં ખેડૂતો એ 3200 હેક્ટર જમીનમાં કપાસ,મગફળી,સોયાબીન,મકાઈ અને ઘાસચારાનું વાવેતર કર્યું છે. ખેડૂતે ખેડ કરી મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી સારી એવી માવજત પણ કરાવી છે. છતાં વરસાદ નથી જેથી આ વાવેતર નિષ્ફળ જવાની તૈયારીમાં છે.

હાલ તો ખેડૂત વરસાદની ચાતક ડોળે રાહ જોઈ રહ્યો છે ત્યારે ખેડૂતને વરસાદ ના અભાવે વાવેતરમાં નુકશાન વેઠવાનો વારો આવે એવી સ્થિતિ પેદા થઈ છે. ખેડૂતોએ ડ્રિપ પણ ગોઠવી રાખી છે. જો એકાદ બે વરસાદ આવે અને પેટાડમાં પાણી આવે તો ને વરસાદ બંધ થઈ જાય તો ડ્રિપ દ્વારા પણ પાકને બચાવવા પાણી આપી શકાય. પરંતુ હાલ બિલકુલ પાણી નથી. જેથી જો વરસાદ ન આવે તો પાક નિષ્ફળ જવાની સંભાવના દેખાય રહી છે. જિલ્લામાં આ સિઝનમાં 3200 હેક્ટર જમીનમાં ચોમાસુ વાવેતર કરાયું છે.

 

Latest Stories