Connect Gujarat
ગુજરાત

અરવલ્લીમાં રવિ સિઝનના તૈયાર પાકને વન્ય પ્રાણીઓએ દાટ વાળી દેતા ખેડૂતોએ સરકાર પાસે પાક રક્ષણની માંગ કરી

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલા શિયાળુ વાવેતરનું નીલગાય, રોઝ ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેતીપાકનું નિકંદન નીકળી દેતા ખેડૂતોની ફેનસિંગ તારની વાડ દ્વારા પાક રક્ષણની માગ કરી રહ્યા છે.

X

અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ કરેલા શિયાળુ વાવેતરનું નીલગાય, રોઝ ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ દ્વારા ખેતીપાકનું નિકંદન નીકળી દેતા ખેડૂતોની ફેનસિંગ તારની વાડ દ્વારા પાક રક્ષણની માગ કરી રહ્યા છે.

ચાલુ રવિ સિઝનમાં અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ ઘઉં ચણા અને બટાકાનું બમ્પર વાવેતર કર્યું છે ખેડૂતો દ્વારા મોંઘા ભાવનું ખાતર બિયારણ લાવી ખેતરમાં નાખ્યું છે સારી એવી માવજત પણ કરી છે હાલ ખેડૂતો દ્વારા કરાયેલ રવિ વાવેતરનો લીલોસમ પાક ખેતરમાં લહેરાઈ રહ્યો છે પણ મેઘરજ ભિલોડા માલપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર એવા છે કે ત્યાં ખેતરમાં તૈયાર થઈ ગયેલ પાકના દુશ્મનો નીલગાય, રોઝ અને જંગલી ભૂંડ સક્રિય બન્યા છે તૈયાર ઉભા પાકને વન્ય પ્રાણીઓ બરબાદ કરી નાખે છે અરવલ્લી જિલ્લામાં કુલ1,45,564 હેક્ટર જમીનમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે જે વિગતવાર જોઈએ તો ઘઉં - 81350 હેક્ટર બટાકા-20257 હેક્ટર ચણા - 10654 હેક્ટર ઘાસચારો - 12597 હેક્ટર મકાઈ - 8493 હેક્ટરએ સિવાય જીરું ,વરિયાળી, દિવેલા,બાજરી જેવા પાકો મળી કુલ 1,45564 હેક્ટર જમીનમાં વાવેતર કર્યું છે ત્યારે નીલગાય, રોઝ,અને જગલી ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ આખેઆખા ખેતરોના તૈયાર પાક બરબાદ કરી નાખે છે સ્થાનિક ખેડૂતોએ અનેક વખત તંત્રમાં વન્ય પ્રાણીઓ દ્વારા કરાતું પાક નુકશાન બચાવ માટે વન વિભાગ અને ખેતીવાડી વિભાગમાં રજુઆત પણ કરી છે પરંતુ તંત્ર દ્વારા પાક રક્ષણ માટે કોઈ તારની વાડ ,ફેનસિંગ જેવી સુવિધા આપવામાં આવી નથી ત્યારે ખેડૂતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાના કારણે તમામ મહેનત પણ પાણી ફરી વળ્યાં છે ખેડૂતોને રવિ ઉત્પાદન આધારે કરેલ તમામ અયોજનો નિષ્ફળ ગયા છે તેમજ ખેડૂત દેવાના ડુંગર તળે દબાય એવી સ્થિતિ પેદા થઈ છે તો તંત્ર દ્વારા સરકારની પાક રક્ષણ માટે તારની વાડ કે અન્ય કોઈ ફેનસિંગ વગેરે યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવે તેવી ખેડૂતોની માગ ઉઠવા પામી છે.

Next Story