Connect Gujarat
ગુજરાત

ફિલ્મસ્ટાર આયુષ્યમાન ખુરાનાએ જામનગરની ગરબીમાં આપી હાજરી આપી ખેલૈયાઓનો વધાર્યો ઉત્સાહ.....

ગુજરાતનો ગરબો આજે ખરા અર્થમાં વાઇબ્રન્ટ બન્યો છે,નવરાત્રીની ઉજવણી ગુજરાતમાં થાય છે તેટલી જ ગુજરાત બહાર દેશ વિદેશમાં થઈ રહી છે

X

જામનગરના મહેમાન બનેલા પ્રસિદ્ધ બૉલીવુડ ફિલ્મ સ્ટાર આયુષ્યમાન ખુરાનાએ જામનગરની વિવિધ પ્રાચીન અર્વાચીન ગરબીઓમાં હાજરી આપી ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

ગુજરાતનો ગરબો આજે ખરા અર્થમાં વાઇબ્રન્ટ બન્યો છે,નવરાત્રીની ઉજવણી ગુજરાતમાં થાય છે તેટલી જ ગુજરાત બહાર દેશ વિદેશમાં થઈ રહી છે, ત્યારે જામનગરમાં પ્રસિદ્ધ ફિલ્મ સ્ટાર આયુષ્યમાન ખુરાનાએ અલગ અલગ ગરબીઓમાં હાજરી આપી ખેલયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. જામનગરના સાંસદ પૂનમબેન માડમના આમંત્રણને માન આપી જામનગરના મહેમાન બનેલા પ્રસિદ્ધ બૉલીવુડ ફિલ્મ સ્ટાર આયુષ્યમાન ખુરાનાએ જામનગરની વિવિધ પ્રાચીન અર્વાચીન ગરબીઓમાં હાજરી આપી હતી અને ગરબા, ભાંગડા અને તેમના ગીતો ગાય ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો, આ તકે તેવોએ ગુજરાતના ગરબા તેમને પ્રિય હોવાનું જણાવ્યું હતું અને સાંસદ પૂનમબેન માડમના કાર્યો એક નારીશક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું.

Next Story