ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ નિવૃત્ત થશે, નવા ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂંક...

ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આજે નિવૃત્ત થવા જઈ રહ્યા છે.

ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ નિવૃત્ત થશે, નવા ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂંક...
New Update

ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયાબેન ગોકાણી આજે નિવૃત્ત થવા જઈ રહ્યા છે. તેમના સન્માનમાં હાઇકોર્ટમાં ફૂલ કોર્ટ ફેરવેલનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, રાષ્ટ્રપતિએ હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઇની નિમણૂંક કરી છે. આ અંગે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુ ટ્વીટના માધ્યમથી માહિતી મળી રહી છે.

ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક કરવામાં આવતા મુખ્ય ન્યાયાધીશની જગ્યા ખાલી પડતા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે જસ્ટિસ સોનિયા ગોકાણીની 17 ફેબ્રુઆરી નિમણૂક કરાઈ હતી. જોકે, સોનિયા ગોકાણી વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે. તેઓ માત્ર 15 દિવસ સુધી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી શક્યા છે. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા ચીફ જસ્ટિસ સોનિયા ગોકાણીની નિવૃત થતાં ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે એ.જે.દેસાઈની નિમણૂક કરાઈ છે. હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અને મૂળ વડોદરાના એ.જે.દેસાઈ આગામી સોમવારે ચાર્જ સંભાળશે.

#ConnectGujarat #BeyondJustNews #Gujarat High Court #retire #Sonia Gokani #First woman Chief Justice #AJ Desai #new Chief Justice
Here are a few more articles:
Read the Next Article