કેન્દ્ર પુરસ્કૃત MIDH યોજના-ઇન્ડૉ ડચ પ્રોજેક્ટ અંતર્ગત નેધરલેન્ડના ફ્લોરીકલ્ચર નિષ્ણાત ખેડા જિલ્લાની મુલાકાતે...

ફૂલોની ખેતી કરતા સ્થાનિક ખેડૂતોની મુલાકાત લઈ ફુલ પાકોના વાવેતર, અવકાશ અને મુશ્કેલીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

કેન્દ્ર પુરસ્કૃત MIDH યોજના-ઇન્ડૉ ડચ પ્રોજેક્ટ અંતર્ગત નેધરલેન્ડના ફ્લોરીકલ્ચર નિષ્ણાત ખેડા જિલ્લાની મુલાકાતે...
New Update

નેધરલેન્ડના ફ્લોરીકલ્ચર નિષ્ણાત જોશ વાન મેગ્લેને જિલ્લાના કપડવંજ તથા કઠલાલ તાલુકાની મુલાકાત લઇ ફૂલોની ખેતી કરતા ખેડા જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં ફુલોની ખેતી કરતા ખેડુતોની આવકમાં વધારો કરવા કપડવંજના સેન્ટર ઓફ એક્સિલન્સને વિકસાવવાનું આયોજન કરવામાં આવશે.

કેન્દ્ર પુરસ્કૃત મિશન ફોર ઈન્ટીગ્રેટેડ ડેવલેપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર (MIDH) યોજના હેઠળના ઇન્ડૉ ડચ પ્રોજેકટ અંતર્ગત નેધરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત જોશ વાન મેગ્લેન ખેડા જિલ્લાના કપડવંજના મોટી ઝેર તથા મહમદપુરાના સેન્ટર ઓફ એકસલન્સ અને કઠલાલના ભાટેરા ગામે કૃષિ કુટીર નર્સરી ખાતે ફૂલોની ખેતી કરતા સ્થાનિક ખેડૂતોની મુલાકાત લઈ ફુલ પાકોના વાવેતર, અવકાશ અને મુશ્કેલીઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત જિલ્લાના ખેડૂતોને ફૂલોની ખેતી માટે આવશ્યક માર્ગદર્શન આપતા ફુલપાક વિષયના નિષ્ણાત મિસ્ટર જોશ વાન મેગ્લેન ફૂલોની ખેતી માટે જરૂરી પાયાના પરિબળો વિશે જરૂરી જાણકારી આપી હતી. ફૂલોની ખેતી માટે જરૂરી પાણીની શુદ્ધતા, પ્રોટેક્ટેડ એન્ડ સોઇલલેસ કલ્ચર, શેડીંગ, રંગબેરંગી અને વેરાઈટી ફૂલોનો પ્રયોગ, માર્કેટ આધારિત ફૂલોનું વાવેતર, ક્લાઈમેટ ચેન્જ, કટ ફ્લાવર વાવેતર અને નવી ટેકનોલોજીની મદદથી ફૂલોની ખેતીમાં સતત નિરીક્ષણ જેવા અતિ મહત્વના મુદ્દાઓ વિશે ખેડૂતો સાથે ચર્ચા કરી હતી. તથા ફુલોની ખેતીમાં ખેડુતોને પડતી મુશ્કેલીઓ અંગે પણ જાણકારી મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.

ઉપરાંત નેધેરલેન્ડના ફુલપાક વિષયના નિષ્ણાત જોશ વાન મેગ્લેનની ખેડા જિલ્લાની મુલાકાત અંગે સંયુક્ત બાગાયત નિયામક, વડોદરા જે.એમ.તુવારે જણાવ્યું હતું કે, આવનાર સમયમાં ખેડા જિલ્લાને ફુલોની ખેતીમાં અગ્રેસર કરવા તેમજ ફુલોની ખેતી કરતા ખેડુતોની આવકમાં વધારો કરવા કપડવંજના મહમદપુરા ખાતે આવેલ સેન્ટર ઓફ એક્સિલન્સને ફૂલો અને શાકભાજીની ખેતી માટે વિકસાવવાનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે સંયુક્ત બાગાયત નિયામક, વડોદરા જે.એમ.તુવાર, કપડવંજ એપીએમસી ચેરમેન નિલેશ પટેલ, નાયબ બાગાયત નિયામક, ગાંધીનગર ડૉ. ફારુક પંજ, નાયબ બાગાયત નિયામક, નડિયાદ, ડો. સ્મિતા પિલ્લાઈ, મદદનીશ બાગાયત નિયામક જૈમિનભાઈ અને હિતેશભાઈ સહિત ફૂલોની ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

#Kheda #Kheda News #નેધરલેન્ડના ફ્લોરીકલ્ચર નિષ્ણાત #ફ્લોરીકલ્ચર #MIDH યોજના #Josh Van Magle #Floriculture #Floriculture Expert
Here are a few more articles:
Read the Next Article