/connect-gujarat/media/post_banners/423da36ea899acafcab45d9dee958e1a24b6e4a4c1c6154b1790c1850aea0f05.jpg)
,આગામી બે દિવસ ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદની આગાહી
ભારે વરસાદને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક
રાજ્યના 6 જિલ્લામા થયેલા વરસાદની સ્થિતિની કરી સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ખાતે ગુજરાતના 6 જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતીનો તાગ મેળવ્યો હતો.
મુખ્યમંત્રીએ રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના ૬ જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા,વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOC થી કરી હતી.
આગામી બે દિવસ ગુજરાતમાં હજુ વ્યાપક વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરોને તાકીદ કરી હતી કે, જરૂર જણાયે હજુ વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવે. રાજ્યમાં તારીખ 10 જુલાઈ એટલે કે આજની સ્થિતિએ સ્ટેટ હાઇવે, પંચાયત હાઇવે અને અન્ય માર્ગો મળીને કુલ 388 જેટલા માર્ગો બંધ છે. મુખ્યમંત્રી એ સ્ટેટ હાઇવેના જે માર્ગ બંધ છે તે સહિતના માર્ગો પરની આડશો દૂર કરી, મરામત કરીને તેને પુનઃ કાર્યરત કરવા પણ સૂચના આપી હતી.