/connect-gujarat/media/media_files/2025/09/18/narmada-sog-2025-09-18-18-46-41.jpg)
નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમવાર એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની એસઓજીએ ધરપકડ કરી હતી.અને પોલીસે રૂપિયા 70 હજારની કિંમતનું 7 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
નર્મદા જિલ્લામાં માદક પદાર્થની બદીને ડામવા માટે પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે,અને પોલીસને રાજપીપળાના જીન કંપાઉન્ડ સિકોતર માતાના મંદિર નજીક બે શખ્સો પાસે માદક પદાર્થ હોવાની બાતમી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને મળી હતી.જે ચોક્કસ બાતમીને આધારે પોલીસે જીન કંપાઉન્ડમાં રેડ કરીને એક મોપેડ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી,અને તેમની પૂછપરછ અને તલાશીમાં પોલીસને 7 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.પોલીસે આરોપી ફિરોજ ઘોરી અને આફતાબ હુસેન સોલંકીની ધરપકડ સાથે રૂપિયા 70 હજારનું ડ્રગ્સ,એક મોપેડ અને મોબાઈલ મળીને કુલ રૂપિયા 1.32 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વધુમાં પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરુ કરી છે.નર્મદા જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત એમડી ડ્રગ્સ ઝડપાયું છે,ત્યારે ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેના પોલીસ દ્વારા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.પોલીસ તપાસમાં આવનાર સમયમાં ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.