Connect Gujarat
ગુજરાત

નવસારી નજીક કચ્છ એક્સપ્રેસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, શખ્સ શરીર પર બોટલો બાંધી દારૂની હેરાફેરી કરતો

નવસારી નજીક કચ્છ એક્સપ્રેસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, શખ્સ શરીર પર બોટલો બાંધી દારૂની હેરાફેરી કરતો
X

દારૂની હેરાફેરી બુટલેગરો કેવા કિમયા કરે છે તેનો આજે કચ્છ એક્સપ્રેસમાં પર્દાફાશ થયો. અહીં એક શખ્સ શરીરમાં દારૂની બોટલ બાંધેલી સ્થિતિમાં દારૂ સાથે ઝડપાયો.

નવસારી નજીક કચ્છ એક્સપ્રેસમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. દારૂની હેરાફેરી માટે નવા કીમિયોનો નવસારીમાં પર્દાફાશ થયો છે. અહીં એક શખ્સ શરીર પર બોટલો બાંધી દારૂની હેરાફેરી કરતાં જોવા મળ્યો. આ શખ્સ પાસેથી સંખ્યાબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી છે. નવસારી રેલવે પોલીસે દારૂની બોટલ જપ્ત કરીને 4 લોકોની અટકાયત કરી છે. આ આરોપીમાં ત્રણ મહિલા અને એક દિવ્યાંગ યુવાનનો સમાવેશ થાય છે. ચૌકાવનારી બાબત છે કે, સગીર વયના છ બાળકો પણ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા છે.

આ પહેલા પંચમહાલના હાલોલનાં કંજરી ચોકડી પાસેથી SMCની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો, બોલેરો ગાડીમાંથી 9 લાખ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SMC ટીમે ચોક્ક્સ બાતમી નાં આધારે વડોદરા પાર્સિંગની બંધ બોડીની મહિન્દ્રા બોલેરો ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 246 નંગ પેટીઓ સાથે નિલેશ ગોહીલ નામના વ્યકતિ ની અટકાયત કરી હતી,બોલેરો ગાડી એક્ટિવા સહિત 12 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે લઈ ઝડપાયેલા ઇસમ વિરુધ કાર્યવાહી હાથ ધરી છે.

Next Story