Connect Gujarat
ગુજરાત

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ધરપકડ:ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે કરાઇ ધરપકડ

નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ.કે. લાંગાની ધરપકડ:ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે કરાઇ ધરપકડ
X

ગાંધીનગરના નિવૃત્ત કલેકટર એસ.કે. લાંગા સામે બે મહિના પહેલા ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયા બાદ ગાંધીનગર પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી થછે. એસ.કે.લાંગાએ ગાંધીનગર કલેકટર તરીકે ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની અને અપ્રમાણસર મિલકત વસાવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. નિવૃત્ત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. એસ.કે. લાંગા માઉન્ટ આબુમાં હોવાની માહિતીના આધારે ગાંધીનગર પોલીસે ઓપરેશન પાર પાડી ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યા હતા.

Next Story