/connect-gujarat/media/post_banners/facd5c58ed5750ef2f01ce95392f92eca7346b22a8a72086c933f4a08e7993d2.webp)
પંચમહાલના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું નિધન થયું છે. ટુંકી સારવાર બાદ 82 વર્ષની વયે મેહલોલ મુકામે આવેલ તેમના નિવાસે તેમણે અંતિમ શ્વાસ લીધા.સતત પાંચ ટર્મ સુધી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે.બે ટર્મ સાંસદ રહી ચૂક્યા છે. પૂર્વ સાંસદ પ્રભાતસિંહના નિધનથી ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છે.
પ્રભાતસિંહ ચૌહાણનો જન્મ ગોધરામાં થયો હતો. તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત મેહલોલ ગામના સરપંચ તરીકે કરી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ પદો પર ચૂંટાયા હતા.
1980 અને 1985માં પ્રભાતસિંહે પ્રથમ બે વિધાનસભા ચૂંટણી કાલોલ બેઠક પરથી કૉંગ્રેસની ટિકિટ પરથી લડી હતી અને બંને વખત તેઓએ જીત મેળવી હતી. ત્યારબાદ 1990માં કૉંગ્રેસે ટિકિટ ન આપતાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી તેઓ 1995, 1998 અને 2002માં ચૂંટણી લડ્યા અને જીત પણ હાંસિલ કરી હતી. તેઓ તેમના કાર્યકાળ દરમિયાન પ્રભાતસિંહ ગુજરાત સરકારમાં પર્યાવરણ, આદિવાસી વિકાસ અને યાત્રાધામ વિકાસ મંત્રાલયમાં મંત્રી તરીકેની સેવા આપી હતી.