રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારનો નિર્ણય, હવેથી ગુજરાતમાં તમામ એકમો માટે 2 પ્રકારના સર્ટિફિકેટ લેવા ફરજિયાત!

તમામ એકમો માટે પ્રાથમિક અને કાયમી એમ 2 પ્રકારનાં સર્ટિફિકેટ લેવા ફરજિયાત

રાજકોટ અગ્નિકાંડ બાદ ગુજરાત સરકારનો નિર્ણય, હવેથી ગુજરાતમાં તમામ એકમો માટે 2 પ્રકારના સર્ટિફિકેટ લેવા ફરજિયાત!
New Update

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સરકારે મંજૂરી માટે નવા નિયમો બનાવ્યા છે. એમ્યુઝમેન્ટ પાર્ક, ગેમઝોન, બોટિંગ તેમજ રોપ-વેની મંજૂરી માટે નવા નિયમો બનશે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે 2 પ્રકારનાં સર્ટીફીકેટ જરૂર કરાશે. તેમજ તમામ એકમો માટે પ્રાથમિક અને કાયમી એમ 2 પ્રકારનાં સર્ટિફિકેટ લેવા ફરજિયાત છે. કાયમી અને હંગામી બાંધકામ માટે અલગ અલગ સર્ટિફિકેટ લેવા ફરજીયાત છે. નવી વેબસાઈટનું ગૃહ, મહેસૂલ, ટાઉન સહિતનાં વિભાગોની વેબસાઈટ સાથે જોડાણ હશે. તમામ એકમોની ઓનલાઈન મંજૂરી, સ્થળ તપાસ અને સર્ટિફિકેટ વેબસાઈટ પર અધિકારીઓ જોઈ શકશે. તેમજ આગામી એક મહિનામાં નવા નિયમો અને સર્ટિફિકેટને લઈ વેબસાઈટની કામગીરી પૂર્ણ કરાશે.

##TRPGamezone #Rajkot TRP Game Zone #TRP Gamezone #Game Zone Fire #અગ્નિકાંડ #રાજકોટ અગ્નિકાંડ #ગુજરાત સરકાર
Here are a few more articles:
Read the Next Article