ગુજરાતના દરિયામાંથી રૂ. 600 કરોડની કિંમતના 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓ ઝડપાયા

પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યું

New Update
ગુજરાતના દરિયામાંથી રૂ. 600 કરોડની કિંમતના 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાનીઓ ઝડપાયા

ગુજરાતના દરિયામાંથી અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે, ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં સુરક્ષા એજન્સીઓને સફળતા મળી છે. અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારબોર કરનારા સુરક્ષા એજન્સીના સકંજામાં આવી જાય છે. ગુજરાતના દરિયામાંથી અત્યારસુધીમા કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે.

કોસ્ટગાર્ડ, NCB અને ATSને મળેલા ઇનપુટના આધારે અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો 86 કિલો જથ્થો ઝડપાયો છે, જેની બજારકિંમત રૂ. 600 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. ડ્રગ્સના જથ્થા સાથે 14 પાકિસ્તાની પણ ઝડપ્યા છે. પોરબંદર ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે 28 એપ્રિલ 24ના રોજ દરિયામાં ગુપ્ત માહિતી આધારે એન્ટી-નાર્કોટિક્સ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં પાકિસ્તાની બોટમાંથી 14 ક્રૂ સાથે રૂ. 600 કરોડની કિંમતનો અંદાજે 86 કિલો નાર્કોટિક્સ પકડવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ સહયોગ કર્યો હતો, જે સફળ ઓપરેશનમાં પરિણમ્યું હતું.

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે