833 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ, 8મી ડિસેમ્બરે ખુલશે મત પેટીઓ..

New Update
833 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં કેદ, 8મી ડિસેમ્બરે ખુલશે મત પેટીઓ..

Guગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના બીજા તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. ત્યારે આ વખતે અંદાજે 67 ટકા જેટલું મતદાન થયું છે. મહત્ત્વનું છે કે, બીજા તબક્કામાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મતદાન યોજવામાં આવ્યું હતું. તેમાં અમદાવાદ અને વડોદરા જેવા મહાનગરોનો પણ સમાવેશ થાય છે.

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન યોજોયું હતું. મતદાનના બીજા દિવસે ચૂંટણી પંચ તરફથી મતદાનના અધિકૃત આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જે પ્રમાણે 19 જિલ્લાની 89 બેઠકો પર 63.14 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં 78.24 ટકા નોંધાયું છે. બોટાદ જિલ્લામાં સૌથી ઓછું 57.58 ટકા મતદાન નોંધાયું છે. અમરેલી જિલ્લામાં 57.59 ટકા મતદાન નોંધાયું છે. સત્તાવાર આંકડા પ્રમાણે આદિવાસી વસ્તી ધરાવતા 5 જિલ્લામાં 65 ટકાથી વધુ મતદાન થયું છે.

Latest Stories