આજરોજ સાપુતારા ઘાટમાર્ગમા લાકડાં ભરેલી ટ્રક, એક કાર ઉપર પલ્ટી જતાં કારમા સવાર એક જ પરીવારના ૪ વ્યક્તીઓના કરૂણ મોત નિપજ્યા હતા જ્યારે એક મહિલા ગંભીર રીતના ઘાયલ થઇ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ, ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગ માંથી નાસીક તરફ બળતણંના લાકડા ભરી જતી ટ્રક ચાલક દ્વારા ટ્રકના સ્ટેર્રીંગનો કાબુ ગુમાવી જતા ટ્રક પલ્ટી મારી જવા પામી હતી. ટ્રક પલ્ટી જતા રસ્તા ઉપર આવી રહેલ ક્રેટા કારને ટ્રકે અડફેટ લીધી હતી. જેમા કારમા સવાર એક જ પરીવારના ૪ વ્યક્તીઓના કરૂણ મોત નિપજ્યા હતા. કારમા સવાર એક બાળક, બે મહિલાઓ તેમજ એક પુરૂષનું જગ્યા સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ. આ ધટના બનતા સમગ્ર વિસ્તારમા ગમગીન વાતાવરણ બની જવા પામ્યુ હતુ. સાપુતારા ઘાટમાર્ગમાં થયેલ ગંભીર અકસ્માતની જાણ સ્થાનિક સાપુતારા પોલીસ તેમજ નોટીફાઇ કચેરીને થતા તાત્કાલિક પોલીસ કર્મીઓ તેમજ નોટીફાઇના કચેરીના સ્ટાફ દ્વારા ક્રેનની મદદથી કારમા દબાયેલ વ્યક્તીઓને બચાવવાની રાહત કામગીરી હાથ ધરવામા આવી હતી. કારમા સવાર એક મહિલા ગંભીર રીતના ઘાયલ થઇ હતી. જે ગંભીર થયેલ મહિલાને તાત્કાલિક નજીની હોસ્પિટલમા ખસેડવામા આવી હતી.
ડાંગ વહિવટી તંત્ર તેમજ સાપુતારા પોલીસ દ્વારા સાપુતારાના ઘાટમાર્ગમા નો સેલ્ફી ઝોન જાહેર કરવામા આવેલ છે. જ્યા ઘાટમાર્ગમા પ્રવાસીઓ માટે સેલ્ફીની સખત મનાઇ ફરવામા આવેલ છે. આજરોજ નો સેલ્ફી ઝોનમા કાર પાર્ક કરેલ પ્રવાસીઓના કમકમાટી ભર્યા મોત નિપજતા, પોલીસ દ્વારા અહિં હોમગાર્ડ જવાનો તૈનાત કરવામા આવ્યા છે. તેમજ ડાંગ વહિવટી તંત્ર દ્વારા નો સેલ્ફી ઝોન પાસે વહાન પાર્ક નહિ કરવા તેમજ ફોટોગ્રાફી નહિ કરવાની અપીલ કરવામા આવી છે.
સાપુતારા પોલીસ દ્વારા ઘટના અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.