New Update
/connect-gujarat/media/post_banners/4321311a504c5558e7a7d0114fbaa1c88b324351275a9bdc03c8d29242a360a7.png)
ભાવનગર-અમદાવાદ હાઈવે પર અધેળાઈ નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન 108માં મોત થયું છે.ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે. હાલ મૃતદેહોને ગાડી તોડીને બહાર કાઢવામાં આવી રહ્યા છે.
અકસ્માતના બનાવ બનતા લોકોનાં ટોળા ઘટના સ્થળે એકઠા થયા છે. આ અકસ્માતના બનાવમાં કુલ પાંચ લોકોને કાળ ભરખી ગયો છે. ભાવનગરની જાણ થતા જ 108ની ટીમ થઈ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. જો કે આ પરિવાર ક્યાનો રહેવાસી છે તે હજુ સામે આવ્યું નથી.
Latest Stories