વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર માર્ગ અકસ્માત, સાઈડમાં ઉભેલી બસને ટ્રકે ટક્કર મારતા 6 લોકોના મોત

ગુજરાત | સમાચાર, વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે.

New Update
માર્ગ અકસ્માત
વહેલી સવારે આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે 8 લોકોને ઈજા પહોંચી છે. હજુ પણ મૃત્યુંઆક વધવાની સંભાવના છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે ટ્રકનું ટાયર ફાટતા સાઈડમાં ઉભેલી બસને ટ્રકે ટક્કર મારી હતી. જેથી બસ ડિવાઈડર પર બેસેલા લોકો પર ફરી વળી હતી.
આ ઘટનામાં 6 લોકો કચડાઈ જતા તેમના મોત થયા છે. જ્યારે અન્ય 8 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની જાણ થતાં બનાવ સ્થળે સ્થાનિક પોલીસ, ફાયર બ્રિગેડ તેમજ 108ની ટીમ પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. મૃતકો રાજસ્થાનના હોવાનું જાણવા મળી રહ્યો છે આ તરફ ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોતની પર જ હતા જ્યારે અન્ય ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા  હતા
Latest Stories