Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: પાલિતાણા વિવાદ મુદ્દે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરાશે, જૈન સમાજના આક્રોશ બાદ લેવાયો નિર્ણય

ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ સ્થળ પાલીતાણા મંદિરમાં ગત 17 ડિસેમ્બર ના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.

X

ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ સ્થળ પાલીતાણા મંદિરમાં ગત 17 ડિસેમ્બર ના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જૈન ધર્મસ્થાન પર હુમલાને લઈ રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.

ગુજરાતના પ્રસિદ્ધતીર્થ સ્થળ પાલીતાણા મંદિરમાં ગત 17 ડિસેમ્બરના રોજ હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. જૈન મંદિર હુમલાને લઈ રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ એક્શનમાં આવ્યા છે અને મામલાની તપાસ માટે ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગાંધીનગર ખાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક બાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, પાલીતાણા એ માત્ર ગુજરાતમાં વસતા ગુજરાતીઓનું નથી.આ સમસ્ત દુનિયાના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. જેથી તમામ પ્રશ્નોની વિચારણા કર્યા બાદ મુખ્યમંત્રીએ નિર્ણય લીધો છે કે, એક ટાસ્ક ફોર્સ બનાવી મહત્વના કામો માટે પગલાં લેવામાં આવશે. કોઈપણ ધર્મ સ્થાન માટે સરકાર ગંભીર છે.

Next Story