ગાંધીનગર : આપના નેતા ઇસુદાન ગઢવી પર લાગ્યો ભાજપની મહિલા કાર્યકરની છેડતીનો આરોપ

પેપર લીક મુદ્દે આપવાના હતાં આવેદન ભાજપની મહિલા કાર્યકરે લગાવ્યાં આરોપ ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા કસ્ટડીમાં

New Update
ગાંધીનગર : આપના નેતા ઇસુદાન ગઢવી પર લાગ્યો ભાજપની મહિલા કાર્યકરની છેડતીનો આરોપ

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં રાજકારણમાં મોટો ઘડાકો થયો છે. હેડ કલાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના મામલે ગાંધીનગર ખાતે કમલમ ખાતે આપના આગેવાનો અને કાર્યકરો ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને આવેદનપત્ર આપવા માટે ગયાં હતાં. આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો કમલમમાં ઘુસી જતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો. પોલીસના લાઠીચાર્જમાં આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સહિત ત્રણ કાર્યકરોને ઇજા પહોંચી હતી...

આમ આદમી પાર્ટીના કમલમના ઘેરાવો કાર્યક્રમમાં થોડીવાર પછી મોટો ટવીસ્ટ આવ્યો હતો. ભાજપની મહિલા કાર્યકરોએ ગાંધીનગર પોલીસમાં એક અરજી આપી હતી. જેમાં આપના શીર્ષસ્થ નેતા ઇસુદાન ગઢવી પર નશાની હાલતમાં ભાજપની મહિલા કાર્યકરની છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. આ આરોપ બાદ ભાજપ અને આપના નેતાઓ આમને સામને આવી ગયાં છે. બીજી તરફ અરજીના સંદર્ભમાં ગાંધીનગર પોલીસે કાર્યવાહી હાથ ધરી ઇસુદાન ગઢવીને તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગઇ હતી. હાલ ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવી બંને ગાંધીનગર પોલીસની કસ્ટડીમાં છે....

Latest Stories