ગાંધીનગર: વિધાનસભાના સત્રના અંત સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ, આ કારણથી લેવાયો નિર્ણય

રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવા મુદ્દે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું

New Update
ગાંધીનગર: વિધાનસભાના સત્રના અંત સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યો સસ્પેન્ડ, આ કારણથી લેવાયો નિર્ણય

રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવા મુદ્દે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેના પગલે સત્રના અંત સુધી કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થવા મુદ્દે વિધાનસભા ગૃહમાં આજે વિરોધ કરવામાં આવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા જાહેરાત કરવામાં આવી કે સત્રના અંત સુધી કોંગ્રેસના MLAને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શંકર ચૌધરીએ કહ્યું કે લોકસભામાં કરવામાં આવેલા નિર્ણયની ચર્ચા કે વિરોધ ગૃહમાં ન થઈ શકે. ઋષિકેશ પટેલની દરખાસ્ત અને એ દરખાસ્તને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના મળેલા ટેકા બાદ વિધાનસભા ગૃહમાં વિરોધ કરવા બદલ સત્રના અંત સુધી કોંગ્રેસના MLA સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

Latest Stories