ગાંધીનગર: B 20 ઇન્સેપ્શન ડેલિગેટે લીધી મહાત્મા મંદિરની મુલાકાત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન

PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને જી-20 નું યજમાન પદ મળ્યું છે ત્યારે આ G 20ની સૌપ્રથમ B 20 ઇન્સેપ્શન મીટ ગુજરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે.

ગાંધીનગર: B 20 ઇન્સેપ્શન ડેલિગેટે લીધી મહાત્મા મંદિરની મુલાકાત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન
New Update

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને જી-20 નું યજમાન પદ મળ્યું છે ત્યારે B 20 ઇન્સેપ્શન સહભાગી ડેલિગેટ્સ રાષ્ટ્ર તથા આમંત્રિતો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે બહુવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને જી-20 નું યજમાન પદ મળ્યું છે ત્યારે આ G 20ની સૌપ્રથમ B 20 ઇન્સેપ્શન મીટ ગુજરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે.B 20 ઇન્સેપ્શન સહભાગી ડેલિગેટ્સ રાષ્ટ્ર તથા આમંત્રિતો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે બહુવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.G 20 હેઠળ ગાંધીનગરમાં આયોજિતB-20 ઇન્સેપ્શન મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવો એમ્ફી થિયેટર, મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે વિવિધ કલાકારો દ્વારા રજૂ કરાયેલા ગુજરાતની આગવી ઓળખ એવા ગરબા,રાસ,પરંપરાગત આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળીને પ્રભાવિત થયા હતા.આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયેલ અને વિશ્વના 20 દેશોના પ્રતિનિધિઓએ પણ આ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા અને અભિભૂત થયા હતા 

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Gandhinagar #visits #cultural programs #B20 #Inception Delegate #Mahatma Temple
Here are a few more articles:
Read the Next Article