વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022 જાન્યુઆરી માસમાં યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાત સરકારે રૂ. 24,185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 20 જેટલા MOU પર હસ્તાક્ષર કર્યા છે પીએમ મોદીની દીર્ઘદૃષ્ટિ અને પ્રયાસોથી શરૂ થયેલી વઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ઉત્તરોત્તર નવા રેકોર્ડ સ્થાપી સ્થાપી રહી છે. તેવા સમયે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પડઘમ વાગી રહ્યા છે. જાન્યુઆરી 2022માં યોજાનારી આ સમિટ આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની પ્રગતિ અને સફળતાની ગાથાને વધુ ગતિથી આગળ વધારશે.
ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરી રહેલી આ વાઈબ્રન્ટ સમિટની 10મી શૃંખલાનો પ્રારંભ પૂર્વે આજે ગુજરાત સરકારે રૂ. 24,185.22 કરોડના સૂચિત મૂડીરોકાણ માટે 20 જેટલા MOU પર હસ્તાક્ષર કર્યા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વૈશ્વિક વિકાસનો જે પાયો આ સમિટથી નાખ્યો છે તેના પરિણામે આજે ગુજરાત દેશ અને દુનિયાના રોકાણકારો માટે એક સક્ષમ માધ્યમ બન્યું છે. રાજ્ય સરકાર પણ નરેન્દ્ર મોદીના પદચિન્હો પર ચાલીને સકારાત્મક બિઝનેસ પોલિસી તથા પ્રોત્સાહક વાતાવરણ થી વધુ ને વધુ ઉદ્યોગો રાજ્યમાં આવે તે માટે પ્રતિબદ્ધ છે ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે જે MOU થાય તે ઉદ્યોગો સમયસર શરુ કરવાની જવાબદારી ઉદ્યોગો નિભાવે તે જરૂરી છે. તેમણે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને જરૂરી મદદ અને સહાય રૂપ થવાની નેમ પણ વ્યક્ત કરી હતી.આજે જે MOU પર હસ્તાક્ષર થયા તેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરા વિશેષ રોકાણ ક્ષેત્ર (SIR)માં બે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.