ગાંધીનગર: ભાજપે ચૂંટણી વાયદો પૂરો કર્યો, જુઓ આયુષ્યમાન કાર્ડ પર હવે કેટલા રૂપિયા સુધીમાં થશે સારવાર

ગુજરાત સરકાર દ્વારા આજરોજ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં હવે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે

ગાંધીનગર: ભાજપે ચૂંટણી વાયદો પૂરો કર્યો, જુઓ આયુષ્યમાન કાર્ડ પર હવે કેટલા રૂપિયા સુધીમાં થશે સારવાર
New Update

ગુજરાત સરકાર દ્વારા આજરોજ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયમાં હવે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દેવામાં આવી છે

ભૂપેન્દ્ર પટેલ સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા છે. નવી સરકાર બની ગઈ છે અને ચૂંટણી પહેલા કરેલા વાયદાઓ પૂરા કરવાની શરૂઆત કરી દીધી છે. પહેલાં યુસીસીની સમિતિનો નિર્ણય લીધો હતો. હવે કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકોને આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને 10 લાખ કરી દીધી છે. હાલમાં દરેક પરિવારના સભ્યને 5 લાખ સુધીનો સારવાર સહિતનો ખર્ચ કરી શકે છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકારોને માહિતી આપી હતી કે, પાંચ વર્ષની બ્લ્યુ પ્રિન્ટ બાબતે ચર્ચા થઈ છે. આગામી 5 વર્ષમાં શું સુવિધા આપવામાં આવશે તેની ચર્ચા કરાઈ છે. ગુજરાતમાં તમામ કોલેજ, યુનિવર્સિટીમાં સફાઈ અભિયાન થશે. દર 15 દિવસમાં સફાઈ અભિયાન થશે.સફાઈ અભિયાન માટે નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તેમ જણાવ્યુ હતું. દેવભૂમિ દ્વારકા કોરિડોર બનવવામાં ભગવાન શ્રીકૃષ્ણની વિશાળ પ્રતિમા, વિલુપ્ત દ્વારકા નગરીની ગેલેરી બનાવવામાં આવશે. આવતી જન્માષ્ટમી સુધીમાં ફેઝ 1નું કામ પૂર્ણ કરાશે તેવું ઋષિકેશ પટેલે જણાવ્યુ હતું 

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #BJP #Gujarat government #Gandhinagarm #election promise #Ayushman card
Here are a few more articles:
Read the Next Article