/connect-gujarat/media/post_banners/834290e18fd0c4a817f1a264385e701a465deba84be83dce896b57d0af3a19d0.jpg)
રાજ્યમાં ગુજરાત 2022ની ચૂંટણીમાં ભાજપ દ્વારા સંકલ્પ પત્ર પ્રસિદ્ધ કરતા પહેલા સમગ્ર ગુજરાતની જનતાના વિચારો અને પસંદગી જાણવા માટે ભાજપ દ્વારા અગ્રેસર ગુજરાત કેમ્પેઇનનું ગાંઘીનગર ખાતેથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત દરેક ક્ષેત્રે અગ્રેસર રહ્યું છે. તેવામાં ભાજપ ગુજરાતની જનતાના સપનાનું ગુજરાત બનાવવાનો સતત પ્રયાસ કરે છે. ગત વિઘાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે વચનો આપ્યા હતા તેમાં મોટા ભાગના વચનો પૂર્ણ કરવામાં આવ્યા છે. તો જે વચનો બાકી છે, તે સંકલ્પો પૂર્ણ કરવાના પ્રયાસો યથાવત રાખવામાં આવ્યા છે. જોકે, આ સિવાચ ભાજપે જે વચનો નથી આપ્યા છતા જનતાની અપેક્ષાને પૂર્ણ કરવામાં ક્યાંય કચાસ બાકી રાખી નથી. જનતાને આપેલા વચનો ભાજપ હમેંશા પૂર્ણ કરે છે, અને એટલે જ છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપને જનતા આશિર્વાદ આપી સત્તા ઉપર બેસાડે છે, ત્યારે હવે ફરી એકવાર ભાજપ સત્તાના માધ્યમથી લોકસેવા કરવા અગ્રેસર ગુજરાત કેમ્પેઇનનો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગાંધીનગર કમલમ કાર્યાલયેથી પ્રારંભ કરાવ્યો છે. આ કેમ્પેઇનમાં સૂચના પેટી દરેક તાલુકા મંડળ, જાહેર સ્થળો, ગ્રામ પંચાયતો પર મુકવામાં આવનાર છે. એટલું જ નહીં, પોસ્ટ કાર્ડ માધ્યમ થકી ગુજકાતની જનતા તેમના સૂચનો જણાવી શકશે. આ સાથે જ www.agresargujarat.comની વેબસાઇટ તેમજ ટોલ ફ્રી નંબર 78781 82182 ઉપર પણ ભાજપના સંકલ્પો અંગે લોકો સૂચનો જણાવી શકશે. ગુજરાતમાં વિઘાનસભા 2022ની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તેવામાં રાજ્યની પ્રજાના તમામ સૂચનોને ભાજપે સંકલ્પ માની તારીખ 5થી 15 નવેમ્બર દરમિયાન અગ્રેસર ગુજરાત કેમ્પેઇનની શરૂઆત કરી છે. જનતા જનાર્દનના સૂચનોનો લઇ ભારતીય જનતા પાર્ટી વિચાર વિમર્શ કર્યા બાદ સંકલ્પ પત્ર તૈયાર કરી જનતા સમક્ષ રજૂ કરશે. આ વખતની વિઘાનસભામાં ગુજરાતની જનતા ઐતિહાસીક બેઠક પર ભાજપને જીત અપાવશે તેવો પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.