ગાંધીનગર : અનેક વચનોની ભરમાર સાથે કમલમ ખાતે આવતીકાલે ભાજપનું સંકલ્પ પત્ર રજૂ થશે...

ભાજપ આવતીકાલે મોટું એલાન કરશે. રાજ્યમાં આગામી મહિને યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ તૈયાર કરી નાખ્યું છે.

ગાંધીનગર : અનેક વચનોની ભરમાર સાથે કમલમ ખાતે આવતીકાલે ભાજપનું સંકલ્પ પત્ર રજૂ થશે...
New Update

રાજ્યમાં ચૂંટણીમાં મતદાન પહેલા ગુજરાત ભાજપ આવતીકાલે મોટું એલાન કરશે. રાજ્યમાં આગામી મહિને યોજાનાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું 'સંકલ્પ પત્ર' તૈયાર કરી નાખ્યું છે. આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપનું સંકલ્પ પત્ર જાહેર કરશે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા પણ હાજર રહી શકે છે.

ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ 'અગ્રેસર ગુજરાત' કેમ્પેન લોન્ચ કર્યું હતું. જેમાં તા. 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. આ માટે ખાસ સૂચન પેટી અનેક સ્થળોએ મૂકવામાં આવી હતી. તેમજ એક ફોન નંબર 78781 82182 અને ખાસ વેબસાઈટ www.agresargujarat.com પણ બનાવવામાં આવી હતી. જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને તેના આધારે ભાજપ વિધાનસભા ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી શકે. 'અગ્રેસર ગુજરાત' કેમ્પેન લોન્ચ કર્યા બાદ સી.આર.પાટીલે જણાવ્યું કે, 'પ્રજાના સૂચનો એ ભાજપનો સંકલ્પ રહ્યો છે અને એટલે તારીખ 5 થી 15 દરમિયાન જનતા જનાર્દનના સૂચનો લઇ ભારતીય જનતા પાર્ટી વિચાર વિમર્શ કર્યા પછી આ સંકલ્પ પત્ર તૈયાર કરી જનતા સમક્ષ આવતીકાલે રજૂ કરાશે.' ફોન નંબર, વેબસાઈટ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે અને સૂચન પેટી દ્વારા પણ લોકોના સૂચન લેવાયા હતા.

#Connect Gujarat #BeyondJustNews #BJP #Kamalam #Gandinagar #resolution letter #many promises
Here are a few more articles:
Read the Next Article