Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : વાયબ્રન્ટ ગુજરાતના મહેમાનો માટે 400 રૂમ બુક, ભાડા સાંભળી ચોંકી ઉઠશો

જાન્યુઆરીમાં યોજાશે વાયબ્રન્ટ ગુજરાત સમિટ રાજયમાં મુડીરોકાણ લાવવા થાય છે સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઉદઘાટન

X

જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારા મહેમાનો માટે વિવિધ હોટલોમાં 400થી વધારે રૂમ બુક કરાવવામાં આવ્યાં છે. વાયબ્રન્ટ સમિટ 2022માં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી મહેમાનો ગાંધીનગર આવવાના છે. તેમના માટે રાજ્ય સરકારે ગાંધીનગરની લીલા સહિત 3 અને અમદાવાદમાં 3 એમ કુલ 6 વૈભવી હોટલોમાં 400 રૂમ બુક કર્યા છે. રૂમનું ભાડુ એક દિવસના 10 હજારથી દોઢ લાખ રૂપિયા જેટલું છે. રૂમ ભાડાની 50 ટકા રકમ એડવાન્સ આપી દેવાય છે.

ગાંધીનગર ખાતે આગામી 10થી 13 જાન્યુઆરી સુધી વાઇબ્રન્ટ સમિટ 2022 યોજવાની સરકારે જાહેરાત કરી છે, જેના ઉદઘાટનમાં 10મી જાન્યુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. આ સિવાય દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, મોટા ગજાના વેપારીઓ, મલ્ટીનેશનલ કંપનીના માલિકો સહિત 400 મહાનુભાવો સમિટમાં આવવાના છે. તેમના રોકાણ માટે ગાંધીનગરની લીલા હોટલમાં 280 રૂમ તેમજ ગાંધીનગરની અન્ય 2 હોટલ તથા અમદાવાદની હયાત તેમ જ હયાત રિજન્સી સહિતની 3 હોટલમાં કુલ 400 રૂમ બુક કરવામાં આવ્યા છે. મહેમાનોને હોટલથી ગાંધીનગર જવા-આવવામાં તેમજ બહાર હરવા-ફરવામાં તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે તેમના માટે ગાડીઓ ભાડે રાખી છે. ભાડે રાખવામાં આવેલી ગાડીઓમાં ઈનોવા અને એનાથી મોંઘી ગાડીઓનો સમાવેશ થાય છે.

Next Story