ગાંધીનગર: આજથી બિઝનેસ G-20 ઇન્સેપ્શન સમિટની શરૂઆત, વિદેશી ડેલિગેશન ભાગ લેશે

બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આજથી 24 જાન્યુઆરી દરમિયાન યોજાઇ રહી છે. જેમાં વિદેશી ડેલિગેશન ભાગ લેશે.

New Update

B20ની સ્થાપના 2010માં કરવામાં આવી હતી અને તે G20નું એક મહત્વપૂર્ણ એન્ગેજમેન્ટ ગ્રુપ છે.તે વૈશ્વિક વ્યવસાયોની પ્રાથમિકતાઓનું પ્રતિનિધિત્વ કરે છે.ગાંધીનગર ખાતે યોજાનારી B20 ઇન્સેપ્શન મીટિંગ B20 સ્ટ્રેટેજિક વિઝનને સાકાર કરવાના ઉદ્દેશથી નિર્ધારિત થયેલી ઔદ્યોગિક પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી કરીને કાર્યક્ષમ નીતિ સૂચનોમાં તેને રૂપાંતરિત કરી શકાય. આજથી 24 જાન્યુઆરી સુધી યોજાનાર બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ હાજર રહેશે. આ સાથે જ ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી કરાવતા પ્રદર્શનો અને સ્થાપત્યોની માહિતી પણ આપવામાં આવશે.

Latest Stories